તબીબની બેદરકારીથી પતિનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેકટરને અપાયું આવેદન

0
282

ભરૂચના જે.બી.મોદી પાર્ક શક્તિનાથ પાસેની દેવ દર્શન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૩૪ વર્ષીય વિનય જયંતિભાઇ પટેલનું એક ખાનગી હોસ્પીટલમાં ઓપરેશન બાદ તબીબની બેકાળજીના કારણે મોત નિપજયું હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદન આપી યોગ્ય વળતર અને કસુરવાર તબીબ સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

આવેદનમાં મૃતક વિનય પટેલની પત્ની ભાવના બહેનના કહેવા મુજબ તેમના પતિ ગઈ ડૉકટરની સલાહ મુજબ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે ઈન્ડોર પેસન્ટ તરીકે તા. રર/5/૦રર ના રોજ સાંજે દાખલ થયેલા. જે પછી બપોરે ૪-૨૦ના સુમારે ઓપરેશન પુરૂ થતાં આશરે ૫-૦૦ કલાકના સુમારે ફરજ પરના ર્ડાક્ટરે અમોને જણાવેલ આપરેશન બરાબર થઈ ગયેલ છે. કોઈ ચિતાનો વિષય નથી. દશ પંદર મીનીટ પછી ઓપરેશન રૂમમાંથી બીજા રૂમમાં સીફટ કરીશું” તેવી વાત જણાવેલ. તે પછી સવા સાતેક વાગ્યાના અરસામાં ફરજ પરના ર્ડાકટરે અમોને જણાવેલ કે, ‘દર્દીનો શ્વાસ ચાલતો નથી’ અને તે પછી મારા ભાઈ હાર્દિક તથા મારા પપ્પા મહાવીરભાઈ પટેલને બોલાવીને જણાવેલ કે, વિનયકુમારને ઓપરેશન પછી પ્રથમ એટેક અને પછી બીજો એટેક આવવાથી તેઓનું મરણ થયેલ છે.

આમ અમોને ર્ડાકટરની બેદરકારીને કારણે મારા પતિ વિનય પટેલનું અકાળે મરણ થયેલ હોવાનું મારું ચોકકસ પણે માનવું છે. અમોએ ડાકેટર પાસે ઓપરેશનની વિડિયો સીડી માંગેલ હોવા છતાં ર્ડાકટર અમોને તે આપેલ નથી. અને પોતાની બેદરકારી છુપાવવાને પ્રયત્ન કરી રહેલ છે. મારા પરિવારમાં મારો નવ વર્ષનો નાનો બાળક છે. મારું મકાન પણ મારા પતિની લોન પર લેવાયેલું છે. અને તેના હપ્તા પણ હજી ચાલુ છે.

ર્ડાકટરની બેદરકારીના કારણે મારા પતિનુ મરણ થવાને કારણે મારા માથે ખૂબજ મોટું આર્થિક સંકટ આવી પડેલ છે. મેં મારા પતિનો ખૂબ જ નાની વયમાં સહવાસ ગુમાવેલ છે. તેમજ મારા બાળકે પણ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે. જેથી મારી આ ર્ડાકટર સામે કાયદેસરની તપાસ થવા, મને સક્ષમ આર્થિક વળતર અપાવવા તેમજ તેઓની પ્રેકટીનું સર્ટીફિકેટ રદ્દ કરવામાં આવે તે માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here