આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ બચ્ચો કા ઘર પાસે હાઇવે ઓથોરિટી ની ગંભીર બેદરકારી યથાવત રહેવા પામી છે જેને લઈને લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે.નેશનલ હાઇવે નંબર ૬૪ પાસે બનાવેલી ગટરો ખુલ્લી રહેતા વાહનચાલકો તેમજ નાગરિકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી શાળા પાસે પણ ગટર ખુલ્લી રહેતા નાના બાળકો સામે પણ ખતરો ઉભો થયો છે.
ખુલ્લી ગટરો ઉપરના તીક્ષ્ણ સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચો કા ઘર સામે આવેલી ખુલ્લી ગટરમાં અઠવાડિયા પહેલા ગાય ખાબકી હતી. જેમાં ગાયને સળીયા વાગતા ઇજાગ્રસ્ત બની હતી. ત્યારે આમોદ નેશનલ હાઇવે ઉપર આવેલી ખુલ્લી ગટરો હાઇવે ઓથોરિટી ક્યારે રીપેર કરાવે છે તે જોવું રહ્યું કે પછી કોઈ ગંભીર અકસ્માતની હાઇવે ઓથોરિટી રાહ જોઇને બેઠું છે.તે નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ