
નાયબ બાગાયત નિયામક કચેરી ભરૂચ તથા બાગાયત વિભાગ દ્વારા એચ આર ટી – 5 હેઠળની શહેરી બાગાયત વિકાસ યોજના અંતર્ગત કીચન ગાર્ડન તાલીમ સ્વરાજ ભવન ખાતે ધરતીપુત્રો માટે બાગાયત કચેરી ભરૂચ અધિકારી જંબુસર ભાવિશાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં બાગાયત અધિકારી જગદીશકુમાર બલદાણીયા બાગાયત વિષય નિષ્ણાત દેવેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યાં હતાં.
ઘરની આજુબાજુની ખુલ્લી જમીન અગાસી છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને ઘરઆંગણાની ખેતી કહેવાય છે અને તેના આયોજન માટે મુદ્દાઓ તથા કિચન ગાર્ડનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા જરુરી વસ્તુઓ તથા ઘરની બિનઉપયોગી વસ્તુઓનો કઈ રીતે ઉપયોગ કરી શકાય જમીન વર્મી કમ્પોસ્ટ ખાતર વિવિધ જાતના કિચન ગાર્ડન માટે બી વાવણી અંગે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું.
ભારતમાં ૭૫૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કામ કરે છે.જેમાં તાલીમ આપવામાં આવે છે બાગાયત પાક ના રોગો જમીન પશુપાલન હોમ સાયન્સ નિદર્શન ફળફ્રુટ એગ્રીકલ્ચરની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી અને ધરતીપુત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી તથા રાસાયણિક ખાતર દવાની સમજ અપાઈ હતી.દેશી ખાતર થકી જમીન અને આરોગ્યની જાળવણી કરી શકાય જેથી જમીનમાં રહેલા તત્ત્વો જાળવી શકાય જમીનમાં સેન્દ્રિય તત્વો હોવાં જોઈએ ગાયના છાણનો ઉપયોગ કરવો જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરવા અને દરેક ધરતીપુત્રોએ એક ગાય રાખવા જરુરી સુચન કર્યુ હતુ.
ઉપસ્થિતો દ્વારા બાગાયત કચેરીની માહિતી આપવામાં આવી હતી આ સહિત ઉપસ્થિત બહેનોને કેચઅપ અથાણા જેલી ગૃહ ઉદ્યોગની વિશેષ માહિતી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું અને સબસિડી યોજનાની માહિતી આપવામાં આવી હતી.સરદાર તાલીમ દરમ્યાન અગ્રણી ધર્મેશભાઈ પટેલ સહિત જંબુસર શહેર ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર