
ભરૂચ જિલ્લાના વાગરા એપીએમસી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમને દિપ પ્રગટાવી ખુલ્લો મુકયો હતો.
માર્ગ અને મકાન મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદનશીલ સરકાર ધ્વારા ગરીબ લોકો કેવી રીતે સમૃધ્ધ થાય તે દિશામાં વિકાસના કાર્યો કરવામાં આવી રહયા છે. ગામે ગામ રસ્તાઓ બનતા ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થયો છે જેનાથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ધણો ફાયદો થયો છે. ચારેય માસ ટ્રાસપોર્ટમાં ભરૂચ જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે.
ઇન્ડસ્ટ્રીઝ અને ખેત પેદાશો ના કાર્ગોને ટ્રાન્સપોર્ટ કરવા એર સ્ટેપ મહત્વ ની સાબીત થશે. જેથી ખેડૂતોની આવક બમણી થશે. ભરૂચમાં ટ્રાફીક નું ભારણ ઓછુ કરવાં દેહેજ થી પાલેજ સુધી ઇન્ડસ્ટ્રીઝ ડિઝાઇન વાળો રોડ આવનારા સમય ભરૂચ ને મળશે. તે સાથે વલસાડ થી ખંભાત સુધી કોષ્ટલ હાઈવે પણ દરિયાકાંઠા વિસ્તારને નવું સ્વરૂપ આપશે. આમ નવા રોડ અને નવા પ્રકલ્પો ભરૂચ ને ભાગ્યું ભાગ્યું ભરૂચ હવે જાગ્યું જાગ્યું ભરૂચ બનાવશે.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇએ પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી સંવેદનશીલ સરકારના માર્ગ અને મકાન વિભાગ ધ્વારા અનેક પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહયા છે. સુવિધાસજજ રસ્તાઓ થકી એક સ્થળેથી બીજા સ્થળે ઝડપભેર જઇ શકાશે જેનાથી લોકોના સમય અને નાણાંની બચત થશે.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ધ્વારા વાગરા વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોની વિગતો વર્ણવી હતી.કાર્યક્રમ બાદ ભરૂચ જિલ્લાના સમની ખાતે આવેલ એલ સી નં ૨૨ ઉપર નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ રીબીન કાપીને સાથે સાથે તકતીનું અનાવરણ કરી ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત આગેવાનો પદાધિકારીઓ તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.