
દેડીયાપાડા તાલુકાના કણજી ગામ પાસે આવેલા કોઝવે પર ગત ૧૧ જૂનના રોજ સાંજના ૮ કલાકની સમયગાળા દરમ્યાન જીગ્નેશભાઈ મીરાભાઈ વસાવાની દીકરી મમતાબેન વસાવા તેમજ પત્ની શિલાબેન વસાવા મૂળ. રહે વાંદરી. દેવ નદીના કોઝવે પરથી પસાર થતા હતા, તે દરમ્યાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક વધારે પ્રવાહ આવતા મમતાબેન જીગ્નેશ વસાવા ઉંમર વર્ષ 8 તણાઈ જતા બાળકીનું મોત થયું હતું.
જેમાં બાળકીના માતાપિતાને સરકારી સહાય ચુકવવામાં આવી હતી. દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સભ્ય, તલાટી તેમજ સરપંચની હાજરીમાં બાળકીના માતાપિતાને રૂપિયા ચાર લાખનો સહાયનો ચેક આપવામા આવ્યો હતો.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા