
સુરત, અંકલેશ્વર તથા અન્ય શહેરો મળી કુલ 16 સભ્યોની ટીમ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા 35 વર્ષથી યોજાઇ રહેલા 8 દિવસીય આ પ્રતિષ્ઠિત લોકનૃત્ય મહોત્સવમાં પ્રથમ વખત જ ભારત ને પણ કાર્યક્રમ ભાગ લેવા આમંત્રણ મળ્યું છે.
સુરતની પ્રિયંકી પટેલ સંચાલિત ડાન્સ એકેડેમી તુર્કીમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ લોકનૃત્ય ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. તેમાં અંકલેશ્વરના ચાર તાલીમાર્થીઓ નો સમાવેશ થઈ રહ્યો છે.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ઉપ પ્રમુખ જશુ ચૌધરીની પુત્રી રૈના ચૌધરી તેમજ જિજ્ઞેશ પટેલ તેમના પત્ની પીનલ અને પુત્ર વેદ સહિત સુરતના મળી 16 કલાકારો આગામી દિવસોમાં તુર્કિસ્તાન ખાતે યોજાઇ રહેલા આંતર રાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે જશે. તેઓ ભારતીય લોક નૃત્યો ની ત્રણ કૃતિઓ રજુ કરશે.
છેલ્લા 35 વર્ષથી યોજાઇ રહેલા 8 દિવસીય આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં આ તમામ ભારતનું પ્રથમવાર પ્રતિનિધિત્વ કરશે. આ વૃંદ વિશ્વભરમાંથી આવતા વૃંદો સમક્ષ ભારતીય લોક નૃત્યો રજુ કરશે. અને સંસ્કૃતિ નું આદાન પ્રદાન કરશે. રૈના ચૌધરીએ ગર્વ સાથે પોતે ભારત દેશ વતી ભારતીય સંસ્કૃતિ ના લોક નૃત્ય ને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહી છે.