The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News જંબુસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

જંબુસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

0
જંબુસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

જંબુસર નગરની ચાર શાળામાં કન્યા કેળવણી અને  શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રસંગે કુલ ૧૦૩ બાળકો તથા આંગણવાડીમાં ૨૭ બાળકોએ ઉપસ્થિતોના હસ્તે પ્રવેશ મેળવ્યો.

શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સો ટકા નામાંકન સ્થાઇ કરણ અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે કન્યા કેળવણીને પણ વેગ મળે તે હેતુને ધ્યાનમાં રાખી  બાળક શાળાએ આવવા તત્પર બને તે માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ  જંબુસર નગરની હાજીકન્યા શાળા તાલુકા શાળા કપાસીયા પૂરાં શાળા કાવાભાગોળ મિશ્રશાળા ખાતે મુખ્ય આરોગ્ય અધિકારી ડોકટર દુલેરા અને લાઈઝન અધિકારી સીઆરસી હરીસિંગ પઢિયારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જેમાં આઇસીડીએસ સુપરવાઇઝર નજમાબેન એસએમસી અધ્યક્ષ સહિત હાજર રહ્યાં હતાં.શાળા પ્રવેશોત્સવ પ્રસંગે  શાળાના કુલ ૧૦૩ બાળકો અને ચાર આંગણવાડીના ૨૭ બાળકોને ઉપસ્થિતોના હસ્તે પ્રવેશ અપાયો હતો.

આ પ્રસંગે કોરોના કાળમાં શિક્ષણકાર્ય બંધ હોય બાળકોનો અભ્યાસ થઈ શક્યો નથી અને આ વર્ષે બાળકોના અભ્યાસની શરુઆત કરવામાં આવી છે તો શિક્ષક મિત્રો ને લર્નિંગ લોસ કવર કરવા ડોક્ટર દુલેરા દ્વારા અનુરોધ કરાયો હતો અને બાળકો માતાપિતાને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સહિત સરકાર દ્વારા બાળકોને અભ્યાસ કરવા આવવા કોઈ તકલીફ ન પડે તે માટે  મફત ટ્રાન્સપોર્ટેશન સેવા શરુ કરવામાં આવી છે તેનો પણ મુખ્ય મહેમાન દ્વારા પ્રારંભ કરાવાયો હતો  અને ઉપસ્થિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા એસએમસી હોદ્દેદારો વાલી મિત્રો સાથે  શાળાના બાળકો અને શિક્ષકો પાસેથી માહિતી મેળવી હતી અને શિક્ષણવિંદો હોદ્દેદારો શાળા પ્રત્યેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

શાળા પ્રવેશ અને કન્યા કેળવણી અંતર્ગત શાળાની બાળાઓએ બેટી બચાવો સ્વચ્છતા વૃક્ષારોપણ પાણી બચાવો વિષય પર પોતાનું વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ  કર્યાં હતાં કાર્યક્રમનું સંચાલન ઈલ્યાસભાઈ પટેલ રાહુલભાઇ મોરી દ્વારા કરાયું હતું  ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો વાલીમિત્રો શાળા સ્ટાફ હાજર રહ્યાં હતાં.

* સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!