The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચમાં સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરાયું

ભરૂચમાં સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરાયું

0
ભરૂચમાં સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરાયું

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને દિનદયાળ અંત્યોદય યોજના અંતગર્ત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતાં મંત્રી શ્રીમતી મનીષાબેન વકિલ કહ્યું હતું કે, મહિલા સશકિતકરણ તથા બહેનોના સ્વાસ્થ્યની ચિંતા સરકારે કરી છે. જ્યારે માતૃત્વ ધારણ કર્યા પછીના એક હજાર  દિવસ સુધી કાચા રાશન લાભ આપવાની શરૂઆત તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતેથી કરાવી હતી. પોષણ સુધા યોજનાં અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્વારા સર્ગભા તથા ધાત્રી બહેનોને એક ટાઈમનું જમવાનું મળશે.

ભરૂચ જીલ્લામાં નવી 220 જેટલી અરજીઓ કેશ ક્રેડીટને આજે મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ યોજનાં થકી બહેનોને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. બહેન-દિકરીના ઉત્કર્ષ માટેના પ્રયત્નો થકી ગુજરાત  દેશના બીજા રાજ્યોને  દિશા બતાવી રહ્યું છે. આ ઉપરાંત મંત્રીએ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના બહેનોને આર્થિક રીતે ઉન્નત કરવાના સરહાનીય પ્રયત્ન બદલ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઇ પટેલ ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, ૨૪૩ સ્વ સહાય ગૃપને અંદાજિત રૂ.૨૫૬ લાખની આર્થિક  મદદ કરીને આત્મનિર્ભર બનાવવાની માતબર ફાળો આપ્યો છે. અનેક યોજના છેવાડા માનવી સુધી કેવી રીતે પહોચે એ માટે સરકાર સતત કટિબદ્ધ છે. આ માટે સરકારે અમલમાં મૂકેલ અટલ પેન્શન યોજના, પ્રધામંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધામંત્રી જીવન જ્યોત યોજના થકી આપણા તથા આપણા પરિવારની આર્થિક તથા સામાજિક રીતે સુરક્ષિત બન્યું છે. આ ઉપરાંત તેમણે પશુ સંવર્ધન માટે વેક્સિનેશન થકી પશુઓના સ્વાસ્થયની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!