વિશ્વયોગ દિનની આમોદ નગર સહિત વિવિધ શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નાના બાળકોએ સૂર્ય નમસ્કાર સહિત વિવિધ હળવા આસનો કર્યા હતાં.શાળાના બાળકોને શિક્ષકો દ્વારા હળવા યોગાસન કરાવી બાળકોમાં યોગ પ્રત્યે રૂચી વધે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી.
જેમાં શાળાના બાળકોએ હોંશે હોંશે યોગસન કરી નવી તાજગીનો અહેસાસ કર્યો હતો.શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરવા જરૂરી છે. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે પાલિકા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલ, કારોબારી ચેરમેન બીજલ ભરવાડ સહિત પાલિકાના કર્મચારી નગરજનો અને હાઈસ્કૂલના શિક્ષકો તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ