The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

0
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા, જીલ્લા પ્રભારી  મંત્રી પુર્ણેશભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં સંયુકત સચિવ ડૉ. પી. અશોક બાબુ, વરિષ્ઠ સનદી અધિકારી નેહા ગર્ગ,સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,નર્મદા સુગર ફેકટરી ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ સહિતના જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર  હિતુભાઇ કનોડિયા, લોકગાયિકા કિંજલ દવે,ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ, વિશ્વપ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી,ગુજરાતી ફિલ્મ કલાકાર યુક્તિ રાંદેરીયાએ પણ યોગસાધના કરી હતી. આ પ્રસંગે લોકસાહિત્યને ઉજાગર કરતા ઉપસ્થિત કલાકારોએ ભાગ લેનાર યોગસાધકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તમામે સરદાર સાહેબના સાંનિધ્યમાં યોગસાધનાનો લ્હાવો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો હતો.વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા જીલ્લા કલેકટર ડી.એ.શાહ,પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, કેવડીયા SRP ગૃપના સેનાપતી એન્ડ્રુઝ મેકવાન,નાયબ વન સંરક્ષક નિરજ કુમાર અને અક્ષય જોષી સહિત જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીઓ,અધિકારીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહીને યોગસાધનામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!