
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નિયામક ઝૈયનુલ આબેદ્દીન સૈયદના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પૂર્ણ થતા તાલીમ કાર્યક્રમોના તાલીમાર્થીઓને નોકરી કે સ્વરોજગારી દરમ્યાન ઉપયોગી થાય તેવી કોર્પોરેટ કક્ષાની ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ માટે કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર શ્રીમતી નફીસાબેન લોખંડવાલા દ્વારા પધ્ધતીસરની તાલીમ પાવર પોઇન્ટ પ્રેસનટેશન સાથે પુરી પાડી હતી. આ તાલીમમાં તેમણે ૧૨ જેટલા મુદ્દા ઉપર પ્રકાશ પાડયો હતો અને તાલીમાર્થી બહેનોને ખાસ કરીને પોતાના પરીવાર સાથે કેવી રીતે સમય આપવો, મેન્યુ બનાવવું, કાર્યસ્થળ, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, પોતાના દૈનિક અને માસિક ખર્ચા, કાર્યમાં એકાગ્રતા, સોશીયલ મીડિયા ઉપર જરૂરીયાત મુજબનો સમય આપવો, એક સાથે બે કાર્યો કેવી રીતે કરવા, સેલ્ફ ડિસીપ્લીન, સ્ટે ફીટ ટુ સેવ ટાઇમ વગેરે મુદ્દાઓ ઉપર માર્ગર્શન પુરૂ પાડયું હતું.
જેએસએસના ૬૦થી વધુ તાલીમાર્થીઓએ આ તાલીમનો લાભ લઇ આનંદ વ્યકત કર્યો હતો. જન શિક્ષણ સંસ્થાન તરફથી ફિલ્ડ અને લાઇવલીહુડ કો-ઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, ટ્રેડ ઇન્સ્ટ્રકટર શ્રીમતી છાયાબેન પાટીલ દ્વારા કાર્યક્રમમાં સહયોગ કર્યો હતો. અંતે શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.