સાગબારા હાઇવે ઉપર માચ ચોકડી પાસે ઢાળ ઉપર થી એક્સેલ ગાડી રિવર્સ આવતા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાહનોના હોર્નની ચીચીયારીઓ વચ્ચે હાઇવે ગુંજી ઉઠયો હતો.
આજે સવારે દેડિયાપાડા થી સાગબારા હાઈવે ઉપર માંચ ચોકડી પાસે અંકલેશ્વર થી મહારાષ્ટ્ર જતી એક્સેલ ગાડી નંબર GJ. 01 BY.5915 માચ ચોકડી પાસે આવેલાં ઢાળ ઉપર ચડી ન શકી અને અચાનક ગાડી રિવર્સ આવતાં ડ્રાયવરે કાબૂ ગુમાવી દીધો હતો. અને રિવર્સ ગાડી હાઈવે ની વચ્ચોવચ આવી બંધ થઈ ગઇ હતી. વચ્ચોવચ ગાડી આવી જતા ૨ કિ.મી જેટલો ટ્રાફિકજામ નાં દ્રષ્યો સર્જાયા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)