ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક અને ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વડા સી વી લત્તા વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય થકી કાર્યક્રમની શરૂઆત કરી હતી.આ કાર્યક્રમના અધ્યક્ષ નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રાંસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, સરકારની યોજનાઓના તમામ લાભો છેવાડા લાભાર્થી સુધી લાભ કેવી રીતે પોહચે, તે માટે શું કરી શકાય એ તરફ સરકાર સતત કાર્યરત છે.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જુદા જુદાં તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી હતી.આ ઉપરાંત આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા આહવાન કર્યુ હતુ. માતા અને બાળક બને તંદુરસ્ત તો દેશનું ભાવિ તંદુરસ્ત રહે એ દિશામાં સરકાર ફરી એક કદમ આગળ આવી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું અમલીકરણ કર્યુ છે. જે અંતર્ગત બાળક અને માં બને સશક્ત બને, તંદુરસ્ત રહે, બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી સગર્ભા માતા અને ધાત્રી માતાઓને પૂરતું પોષણ મળી રહે એ માટે કીટનું વિતરણ પણ ઘર બેઠાં મળી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું.સરકારની તમામ યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં કહ્યું હતું કે સરકારી તમામ યોજના માટે સેલ્ફ ડેકલેરેશન થકી વિવિધ યોજનાઓના લાભ માટે સોગંધનામા કરવામાંથી સામાન્ય લોકો છુટકારો થયો છે તે બદલ આ નિર્ણયને તેમણે આવકાર્યો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીના દિર્ધઆયુ માટે શુભકામના કરતાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ગરીબોને રહેવા માટે છતનું નિર્માણ તથા ગરીબોનો વિકાસ થયો છે. લોકોને ઘરનાં ઘર બનાવવા માટે મળતી સહાય “પ્રધાનમંત્રી આવાસ યોજના” આશિર્વાદરૂપ છે. આ યોજનાના કોઈપણ વ્યક્તિ વંચિત ન રહે, એ માટે આપણે નિમિત્ત બનવું જોઇએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વડોદરાથી “ગુજરાત ગૌરવ અભિયાન”ના પ્રધાનમંત્રીના કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીઓ સહીત જુદા જુદા તાલુકાઓમાંથી આવતા લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.