
સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે, તે ક્યાં ક્ષેત્રમાં જોડાઈ પોતાનું કેરિયર બનાવવા માગે છે, તે નિર્ણય લઈ શકે, તે માટે તેમને જેતે ક્ષેત્ર ની માહિતી હોવી જોઇએ. તેમને આ માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એસવીઆઈટી કોલેજ ઓફ આર્કિટેક્ચર ખાતે તાજેતરમાં “નો યોર પ્રોગ્રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“નો યોર પ્રોગ્રામ” કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન, માસ્ટર ઓફ આર્કિટેક્ચર તથા ડિપ્લોમા વોકેશનલ ઇન (આર્કિટેક્ચર) અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊર્મિ સ્કૂલ, પાર્થ કોન્સેપ્ટ સ્કૂલના વિગેરે સ્કૂલ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.
કોલેજ ઓફ આર્કિટેક્ચર ના પ્રાધ્યાપકોની ટીમને ખુબ સરસ અને એકદમ સરળ ભાષામાં સર્જન કર્યું હતું.આ પ્રસંગે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટના ભાગરૂપે તૈયાર કરેલા મોડેલ ડિઝાઇન કલાકૃતિઓ વગેરેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.એસવીઆઈટી વાસદ ખાતે કોલેજ ઓફ આર્કિટેક્ચર નું અલાયદા સ્ટુડિયો, લેબ, વર્કશોપ, લાઇબ્રેરી, પ્રેઝેન્ટેશન હોલ, કોમ્પ્યુટર લેબ, મીની એમપી થ્રીએટર, જયુરી હોલ વગેરે સુવિધાઓથી યુક્ત અધતન બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે જે ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષથી કાર્યરત થશે.
આ પ્રસંગે એસવીઆઈટી ના અધ્યક્ષ રોનકભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકાર્યા હતા, તથા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સખત મહેનતથી જ સફળતા મળે છે જેથી કરીને શોર્ટકટ રસ્તાનો ઉપયોગ ન કરે અને હાલમાં પોતાનો કેરિયર બનાવવા તરફ ધ્યાન આપી ખૂબ મહેનત કરે.
એસ.વી.આઇ.ટી વાસદ ના અધ્યક્ષ રોનકભાઇ પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય પ્રો. શૈલેષ નાયર અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.