
આમોદ ના કોલવણા ગામે આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.૩૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.ચકાસણી દરમિયાન મોતિયા ના આઠ દર્દીઓ મળી આવતા તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે.
આમોદ ના કોલવણા ગામે રેફરલ હોસ્પિટલ આમોદ ના ડૉ. સંદીપ શાહ દ્ધારા આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.૩૫ જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.આંખોની સમસ્યાઓ ને દૂર કરવા આવેલ દર્દીઓ નું ચેકઅપ કરી સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સારવાર દરમિયાન આઠ જેટલા મોતિયા ના દર્દીઓની શોધી કાઢવામાં આવ્યા હતા.આવા દર્દીઓનું નિઃશુલ્ક ઓપરેશન થાય એ માટે ભરૂચ ની નારાયણ હોસ્પિટલ માં રીફર કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંકી મુદ્દત માં WBVF ના ગ્રામ્ય સંયોજક ટીમ કોલવણા,ગામ અગ્રણી ગુલામભાઈ મુસા,અનવરભાઈ ઇસ્માઇલહાજી,શબ્બીરભાઈ વટાણીયા,આંગણવાડી કાર્યકર,આશા વર્કર બહેનો અને સામાજીક કાર્યકરો ના અઠાગ પ્રયત્નો થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.આ પ્રસંગે સરપંચ ઝફર ગડીમલ, પી.એચ.સી સમની ના આરોગ્ય કર્મી હિતેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય બે ગામ કેરવાડા અને તણછા ગામે પણ આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જ્યાં ૩૪ લોકોની આંખ ની ચકાસણી કરવામાં આવી હતી.કેરવાડા ગામના પાંચ અને તણછા ગામે ત્રણ મોતિયા ના દર્દીઓ ને શોધી કાઢવામાં આવ્યા હતા.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ