
એન.ટી.પી.સી.ઝનોર ઘ્વારા અઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા સશક્તિકરણ અંતર્ગત એક મહિનાનો વર્કશોપ પૂર્ણ થતાં તેનો સમાપન સમારોહ જિલ્લા સમહર્તા તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
એન.ટી.પી.સી. ના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાયેલ કન્યા સશક્તિકરણ વર્કશોપનું આયોજન કરતા તેમાં 11 ગામોની 13 શાળાઓની 49 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. જેમણે વિવિધ તજજ્ઞો પાસેથી યોગ, આર્ટ અને ક્રાફટ, કલચર એક્ટિવિટી અને સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી હતી.સમાપન સમારોહમાં કમ્પનીમાં ચીફ જનરલ મેનેજર નીરજ દુબે, એચ.આર. વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિશિ સિંગ સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટરે કમ્પનીના કન્યા સશક્તિકરણના પ્રયાસને બિરદાવ્યો હતો. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે કન્યાઓના શિક્ષણ પાછળ કરેલ રોકાણ સામાજના વિકાસમાં પરિણમે છે. આ અવસરે તાલીમાર્થી કન્યાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌની વાહવાહી મેળવી હતી.