ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂકમણીદેવી રૂંગટા વિદ્યાભવનમાં જ વર્ષ ૨૦૨૨ન એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તેમની માતૃ સંસ્થામાં જ ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહના ફોર્મ ના ધરમધક્કા થી કંટાળી છેવટે વાલીઓએ આ અંગે ભરૂચ શિક્ષણાધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.
રજૂઆત કરવા એકત્રીત વાલીઓના જણાવ્યાનુસાર ભરૂચ સ્ટેશન રોડ સ્થીત રૂંગટા વિદ્યાભવન શાળામાં તેમના બાળકોએ શીશુ ૧ થી ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો છે. જેથી વિદ્યાર્થીઓની માતૃ સંસ્થામાં ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં પણ આજ શાળામાં પ્રવેશ અપાય તેમ વાલી અને વિદ્યાર્થીઓની માંગ છે. તેમના કહેવા મુજબ અન્ય શાળાઓમાં ધોરણ ૧૧ના એડમીશન ફોર્મ વિતરણ શરૂ કરી પ્રવેશ પણ થઈ ગયા છે ,જ્યારે આ શાળામાં હજુ ધોરણ ૧૧ના પ્રવેશ ફોર્મનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં પરંતુ શાળા મેનેજમેન્ટ થકી પ્રવેશ વાંછુક વિદ્યાર્થીઓને આ અંગે કોઇ યોગ્ય જવાબ પણ ના મળતા આખરે તેમણે શિક્ષણાધિકારીને હસ્તક્ષેપ કરી બાળકોના ભવિષયની ચિંતા કરી પ્રવેશ માટે યોગ્ય કરવા વિનંતી કરી હતી.