
ગુજરાત સરકાર ના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ભરૂચ માં ગતરોજ સાંઇરમ દવે અને કલાકારો દ્વારા દિગ્દર્શિત વીરાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હૃદયસ્પર્શી ઇતિહાસ રજુ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા ‘ વીરાજલિ ‘.નું આયોજન ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિસરાઈ ગયેલા વીરોના બલિદાનને ગુજરાતના ધરઘરમાં ગુજતા કરવાના આશયથી વીરાજલિ ‘ મલ્ટી મીડિયા શોનું આયોજન સમગ્ર રાજ્ય મા થઈ રહ્યું છે.જે અંતર્ગત ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાંજલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ના લોક કલાકાર સાંઈરામ દવે અને તેમના સહયોગી કલાકારો એ તેમની કળા દ્વારા ઉપસ્થિતો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.જેને ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમી ભરુચ ના પ્રજાજનો એ માણ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા, નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, સહિત ના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.