આમોદમાં ભીમપુરા રોડ નવી નગરી ખાતે રહેતા રમેશભાઈ કાલિદાસ વાઘેલાનો પુત્ર સંજય વાઘેલા વર્ષ ૨૦૨૧ મા રાણીપુરા ગામે આવેલા એક તળાવમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થયું હતું.જેનું આમોદમાં આવેલી એસ.બી.આઈ.બેંક માં ખાતું ચાલતું હતું. અને તેણે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના હેઠળ ૧૨ રૂપિયાનું પ્રીમિયમ દર વર્ષે તેના ખાતામાંથી ડેબિટ થતું હતું.
જે બાબતે રમેશ વાઘેલાએ બેંકની પાસબુક બેંક મેનેજરને બતાવતાં મેનેજરે તેના ખાતામાંથી ૧૨ રૂપિયાનું પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજનાનું પ્રીમિયમ કપાતું હોવાનું જણાવી મૃતક સંજયના પિતા રમેશભાઈ વાઘેલાને જે તે ગ્રામ પંચાયતમાંથી મરણનો દાખલો અને પોલીસ સ્ટેશનમાંથી અકસ્માત મોતના જરૂરી કાગળો સબમિટ કરી બેંકમાં અરજી કરવા જણાવ્યું હતું.ત્યાર બાદ બેંક મેનેજરે જરૂરી કાગળો મેળવી વીમા કંપની સામે ક્લેમ કરી મૃતકના પિતા રમેશભાઈ વાઘેલાને રૂપિયા બે લાખના વિમાનો લાભ અપાવ્યો હતો.
આ બાબતે રમેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મારા દીકરાનું એક વર્ષ પહેલાં પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થયું હતું.મારા દીકરાને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના હેઠળ આમોદની એસ.બી.આઈ.શાખામાં દર વર્ષે ૧૨ રૂપિયા કપાતા હતાં.મારા દીકરાના મૃત્યુ બાદ મને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા યોજના નો લાભ મળ્યો હતો.જેથી હું મીડિયા મારફતે દરેકને કહેવા માગું છું કે તમે પણ કેન્દ્ર સરકારની વીમા યોજનાનો લાભ લો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ