ગ્રામપંચાયત સારોદ તળપદના વોર્ડ નંબર સાતના ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને ત્રણ સંતાનો હોય ગ્રામપંચાયતના સભ્ય પદેથી સભ્યપદ રદ્દ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી એમ જી ચૌધરીએ હુકમ કર્યો છે.
જંબુસર તાલુકાના ડાભા ગ્રામ પંચાયતમા ત્રણ સંતાનો હોવાને લઈ સભ્યપદ રદ કરાયું હોવાના સમાચારની હજી તો શાહી સુકાઈ નથી ત્યાં તો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સારોદ ગ્રામ પંચાયત તળપદ વોર્ડ નંબર સાતમાં ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને બે બાળકો કરતાં વધુ બાળકો હોય જે અંગે અરજદાર પટેલ સીરાજ સઇદે રજુઆત કરી હતી.
જેમાં જણાવ્યુ હતુ કે ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૧મા સારોદ તળપદના વોર્ડ નંબર સાત ના સભ્ય તરીકેઝાકીર ઇબ્રાહીમ હોટલવાળા ચૂંટાઈ આવેલ છે અને ચૂંટણી પંચના નિયમોનો અનાદર કરી ઉમેદવારી નોંધાવેલ હતી જેથી તે ચૂંટાયેલ ઉમેદવાર નું સભ્યપદ રદ કરી તેઓની સામે ચૂંટણીપંચના નિયમો મુજબ કાર્યવાહી કરવા જણાવેલ અરજીના કામે વિસ્તરણ અધિકારીને તપાસ સોંપી હતી અને બંને પક્ષે જવાબો લેવામાં આવ્યા હતા અને સાધનિક કાગળો રજૂ થયેલ જન્મના પ્રમાણપત્ર પર નોંધણી કરનાર અધિકારીના સિક્કો તથા કચેરીનો સિક્કો જણાઈ આવેલ અને સક્ષમ અધિકારી દ્વારા નોધાયેલ છે અને તેની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં તમામ વિગતો સાધનિક કાગળો અને રજુઆતને ધ્યાને લેતા ઝાકીર ઇબ્રાહિમે હોટલવાળા ત્રણ બાળકો ધરાવતા હોવાનું જણાઈ આવતાં તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર કુમાર જી ચૌધરીએ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સત્તાની રુએ ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને ગ્રામપંચાયત સારોદ તળપદના વોર્ડ નંબર સાતના સભ્ય તરીકેના હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરેલ છે.જેને લઇ ખોટુ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર