
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા રોટરી ક્લબ ઓફ વાગરાનાં સંયુક્ત ઉપક્રમે ભરૂચનાં પનોતા પુત્ર અને પ્રેસ્ટન સીટી કાઉન્સીલ યુ.કેમાં ડેપ્યુટી મેયર એવા યાકુબભાઇ પટેલનો સન્માન સમારંભ સંસ્થાનના મધ્યસ્થ હોલ ખાતે ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડાનાં અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો.
કાયક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થી બહેનોએ પ્રાર્થનાથી કરી. ત્યારબાદ સંસ્થાનનાં નિયામક અને મેમ્બર સેક્રેટરી ઝયનુલ આબેદ્દીન સૈયદે પોતાના સ્વાગત પ્રવચનમાં સંસ્થાનની શું કામગીરી છે તેનાં ઉપર પ્રકાશ પાડતાં વિગતો આપી હતી.
પ્રાસંગિક પ્રવચન આપતાં યાકુબભાઇનાં મિત્ર નિધી સ્કુલનાં આચાર્ય મહેશભાઇ ઠાકરે પોતાના બચપણનાં તેમની સાથેના શાળા કોલેજનાં સંસ્મરણોને યાદ કરાવી. યુવાવસ્થાની તેમની ગાઢ દોસ્તી હોઇ અશ્રુભીની આંખે યાદ તાજી કરી હતી. ઇનરવ્હીલ કલબ ભરૂચનાં પ્રમુખ શ્રીમતિ રીઝવાનાબેન જમીનદારે કોઇપણ સંજાગો વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હારવી નર્હિ ધગશ, મહેનત અને ઇચ્છા થી ધ્યેય પ્રાપ્ત થાય છે.
ડે. મેયર યાકુબભાઇ પટેલે ગમે તેવા સંજોગોમાં પણ મા-બાપ, વડીલો, બુર્ઝુંગોની સેવા ચાકરી કરવી જોઇએ તેમને સન્માનની નજરે જોવા જોઇએ. મહેનત, લગન ઇચ્છાશકિત સાથે તેઓના આશિવાદની દુઆઓની ખાસ જરૂરી છે. જેના થકી ઇશ્વર, ખુદા અનેરી સિધ્ધી અર્પણ કરે છે. પોતે ગમે તેટલા ઉંચા હોદા ઉપર હોય અભિમાન ન કરવું જોઇએ પોતાના થકી સમાજની સેવા સતત કરતા રહેવું જોઇએ.
કાયક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનાં હસ્તે પેટા કેન્દ્ર ઝાડેશ્વર ખાતે પાસ થયેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો તથા સ્કીલહબનાં તાલીમાથી બહેનોને ટી શર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા. ખૂબજ ટૂકાગાળામાં રોટરી કલબ ઓફ વાગરા ધ્વારા ઉમદા કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.જેએસએસ ભરૂચ તરફથી અધ્યક્ષ ફિરદોસબેન મંન્સુરી ઉપાધ્યક્ષ પ્રિતીબેન દાણી સભ્યો ઇન્દીરાબેન રાજ,કરસનભાઇ રોહિત તથા મહેશભાઇ ઠાકર, રૂષિભાઇ દવે વગેરેની ઉપથીતીમાં હાજર મહાનુભાવો દ્વારા યાકુબભાઇને સાલ ઓઢાડી સન્માનપત્ર અપણ કરવામાં આવ્યું હતું.
અંતે અધ્યક્ષ સ્થાનેથી બોલતાં નગરપાલિકા ભરૂચનાં પ્રમુખ અમીતભાઇ ચાવડાએ જણાવ્યું કે, જીંદગીએ આપણને મળેલ સૌથી મોટી થાપણ છે તેને એમને એમ વેડફી નાંખવી જોઇએ નહિં. તેમણે આગામી સમયમાં “માય વેલ્યુએબલ ભરૂચ” સ્વચ્છતા અંતર્ગત કામગીરી કરી જીવન સાર્થક કરવાનું છે. અંતે તેમને તથા રીઝવાનાબેન જમીનદારને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.કાયક્રમનાં અંતે રોટરી કલબ ઓફ વાગરાનાં ઓન.સેક્રેટરી સમીરભાઇ ચૌહાણે સૌ હાજર મહાનુભાવો, મિડિયાગણ, અન્ય સંસ્થાનો, સ્ટાફગણ, બોર્ડ મેમ્બસ, તાલીમાર્થી ભાઇ બહેનો કે જેઓ પોતાનો કિંમતી સમયના ભોગે હાજર રહયા તે બદલ આભાર વ્યકત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.