
તારીખ 6-6-22 ને સોમવારના રોજ હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્રી સશકિત કરણના ભાગ રૂપે અને નારી વર્ગને પગભર કરવાના હેતુસર મહિલાઓને ટેકિનકલ તાલીમ મળી રહે અને ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ પોતાનો રોજ્ગાર મેળવવા સક્ષમ બને તે હેતુસર કેમિકલ ક્ષેત્રે એક તાલીમી વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે “પ્રોજેકટ ઉડાન” ના નામથી પ્રચલિત કરેલ છે.
જેના ઉદઘાટન સમારોહ નો એક પ્રોગ્રામ યોજ્વામાં આવેલ જેમાં બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ના યુનિટ હેડ રાકેશ ચોક્સી સહીત તેઓની ટીમ હાજર રહી હતી. સાથે-સાથે મુન્શી મનુબરવાલા મનુબરવાલા મેમો. ચેરિટેબલે ટ્રસ્ટ ના ટ્રસ્ટી યુનુસભાઇ પટેલ, કારોબારી સમિતિ ના સભ્ય સલીમભાઇ અમદાવાદી તથા ટ્રસ્ટના CEO સુહેલભાઇ દુકાનદારએ હાજરી આપી હતી. ઉપરાંત પ્રવેશ મેળવેલ વિધાર્થિનીઓ પણ હાજર રહી હતી.
પ્રોગ્રામની શરૂઆત તિલાવતે ક્લામે પાકથી કરવામાં આવી હતી. ત્યાર બાદ સંસ્થાના આચાર્ય આરીફ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવેલ ત્યાર બાદ મેહમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી ના AGM હેમરાજ પટેલ, GM સાહુ અતુલ Sr.V.P. સુબોધ ગૌતમ અને અંતમાં મુન્શી ટ્રસ્ટના CEO સુહેલ દુકાનદારે આભાર વિધિ કરી હતી.આ સમગ્ર પ્રોગ્રામમાં એનકરીંગ ની ભુમિકા વાય.યુ.મતાદારે નિભાવી હતી. આ પ્રોગ્રામ ને સફ્ળ બનાવવા માટે મુન્શી આઇ.ટી.આઇ.નો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો.