જંબુસર તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના મીઠાના અગરો માંથી મીઠા ભરેલી ટ્રકો જંબુસરના માર્ગો પરથી પસાર થાય છે, જેમાંથી મીઠું રોડ પર ઢોળાય છે. જે અંગે રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય અગરિયાઓ બેલગામ હોય તેમ ચર્ચાનો વિષય બન્યા છે.
તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં મોટાપાયે મીઠા ઉદ્યોગ ધમધમી રહ્યાં છેજે મીઠું ઉત્પાદન કરી ટ્રકો દ્વારા સપ્લાય કરવામાં આવે છે ટ્રકોમાં ઓવરલોડ મીઠુ ભરી વહન કરવામાં આવતું હોય જંબુસર નગરના માર્ગો પરથી પસાર થતા સમયે રોડ પર મીઠું વેરાયેલું નજરે પડે છે. ટ્રકોમાંથી પુષ્કળ પ્રમાણમાં મીઠું ઢોળાય છે. જાણે રોડ જ મીઠાનો બનેલો હોય તેવું ભાસે છે અગાઉની રજુઆતોના પગલે ગતરોજ આરટીઓ અધિકારીએ ચેકીંગ હાથ ધર્યું હતું. તો બે ત્રણ દિવસ ગ્રામજનોને મીઠાની ટ્રકો ને લઇ મીઠાથી રાહત મળી હતી ફરી પાછું અગરિયાઓ જાણે બેલગામ હોય તેમ ફરી ઓવરલોડ મીઠાની ટ્રકો માંથી મીઠું ઢોળાવાનો સિલસિલો ચાલુ થયો છે જંબુસર ભરૂચ રોડ ડેપોથી પ્લાઝા જતા રોડ પર મીઠું ઢોળાયેલું નજરે પડે છે. વહેલી તકે ટ્રક માલીકો વિરૂધ્ધ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર