5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું કરાયું આયોજન

0
87

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન પાછલા 8 વરસ થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ 2 જૂન 2022 થી 5 જૂન 2022 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપ નું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરી ને ટુર્નામેન્ટ નો શુભારંભ કરાયો હતો.

સમગ્ર ગુજરાત ના 13 જિલ્લાઓ માંથી આશરે 250 જેટલા શૂટર આ પ્રતિયોગિતા માં ભાગ લઈ રહ્યા છે. જેમાં 10 મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે. રેન્જ માં વર્લ્ડ ક્લાસ Walther, Feinwerkbau, Pardini, Morini Pistol જેવા હથિયારોથી આ સ્પર્ધામાં ખેલાડીઓ નિશાન તાકશે.

આ ગુજરાત સ્ટેટ લેવલની શૂટિંગ ચેમપિયનશિપ ના સફળ આયોજન અને આ ચાર દિવસની આ પ્રતિયોગિતા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા એ તમામ જિલ્લાના નિશાનેબાજ ને શુભેચ્છા ઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here