The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે

0
ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્રારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરાશે. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત દુધધારા ડેરી ખાતે આયોજીત સહકાર સંમલેનમાં ભારત સરકાર ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહ કરશે. અને આ અવસરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાત સરકારના સહહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ બેંક દ્રારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું.

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના સભાખંડમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ જણાવ્યુ હતુ કે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકે ૧૧૫ વર્ષ પુર્ણ કર્યા છે. બેંકની ભરૂચ અને નર્મદા જીલ્લામાં ૪૯ જેટલી શાખાઓ છે. જેમાં ૧૯ શાખાઓ બેંકની માલિકીના મકાનમાં ચાલે છે. બેંક આજે નવી ટેકનોલોજીથી સુસજજ છે.

બદલાતા સમયની સાથે સહકારના નિયમો અને ટેકનોલોજીમાં બદલાવ આવે છે. આવા સંજોગોમાં બેંકના કર્મચારીઓ, ગ્રાહકો અને બેંક સાથે જોડાયેલ સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો, હોદ્રેદારો અને કર્મચારીઓને તેનુ શિક્ષણ મળે તે જરૂરી છે. જેના ધ્યાનમાં લઈ બેંક દ્રારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરવાની યોજના બનાવી છે. જેનુ ત્રીજી જુનના રોજ ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહુર્ત થશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ મનસુખભાઈ વસાવા, વિધાનસભાના ના.મુ.દંડક દુષ્યંતભાઈ પટેલ અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!