સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પદવી પ્રમાણપત્રો માટે કરવામાં આવેલો ફી વધારો અને ફોલ્ડર, કુરિયરના વિકલ્પો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો મેળવવા માટે અરજી ફોર્મમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 250 રૂપિયા, બીજો વિકલ્પ વિદ્યાર્થીઓ જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 600 રૂપિયા, ત્રીજો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા સહિત ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 400 રૂપિયા, ચોથો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા અને ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 750 રૂપિયા અને પાંચમો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 300 રૂપિયા રાખવામાં આવી હતી.
વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જે મુજબ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા પાંચ વિકલ્પો પૈકીના પ્રથમ વિકલ્પ સિવાયના બાકીના વિકલ્પો હાલ પૂરતા તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી પ્રમાણપત્ર માટે 250 રૂપિયા ફી આપવાની રહેશે.