વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આપ અને બિટીપી ના ગઠબંધન માં દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ આવ્યા બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યોના ત્રણ મંત્રીઓ જનમેદની ને સંબોધશે અને સહાય વિતરણ કરશે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના એક કાર્યક્રમમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડના લાભ વિતરણ- આદિવાસીઓને માલિકી લાભ વિતરણ તથા વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરશે.સાથે સાથે તેઓ બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’ પુસ્તક વિમોચન કરશે.
આ કાર્યક્રમમાં વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થવાના છે. રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજ વસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડવાનો પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે.
વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય પણ ખુલ્લા મુકવાના છે.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા