
ભરૂચ શહેરના માધ્યમ ઐતિહાસિક રતન તળાવ આવેલ છે જે તળાવમાં અલભ્ય સિડ્યુલ વનમાં આવતા કાચબાઓનું આશ્રય સ્થાન છે છેલ્લા ઘણા સમયથી આ તળાવના બ્યુટીફીકેશન માટે રાજ્ય સરકાર દ્વારા 12 કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે 4થી 5 કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવાં આવ્યો હોવાના સ્થાનિક આગેવાન સુરેશ વસાવાએ આક્ષેપ કર્યો છે.
સાથે સાથે તળાવમાં દિન પ્રતિદિન ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે તો આજરોજ ઐતિહાસિક તળાવની મુલાકાત લેનાર વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને વિપક્ષી સભ્યો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવલાએ રતન તળાવનો વિકાસ થવો જોઈએ એટલો થયો નહીં હોવાનો સુર પુરાવ્યો હતો અને તળાવના બ્યુટીફીકેશન માટે 3 થી 4 કરોડ ખર્ચ કરાયો તેમાં પણ પાલિકાના સત્તાપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરી માતરિયા સહિતના અન્ય તળાવોનો જે રીતે વિકાસ કરાયો છે તે રીતે આ તળાવનો પણ કરવામાં માંગ કરી છે અને તળાવની ફરતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવા પણ માંગણી કરી છે. તો બીજી તરફ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને પાયાવિહોણા હોવાનું કહી વખોડી કાઢી ભવિષ્યમાં રતન તળાવને સુંદર બનાવવાની ખાતરી આપી હતી.