
જંબુસર તાલુકાના નાડા ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ભર ઉનાળે પીવાના પાણીના ધાંધીયા જોવા મળી રહ્યા છે.
જંબુસર તાલુકાનું છેવાડાનું ગામ નાડા જ્યાં આશરે ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે જ્યાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ગામની બહેનોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે ભરઉનાળે પીવાના પાણીના ધાંધિયા જોવા મળે છે સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળે પાણી આવવું જોઈએ તેમ છતાંય ગ્રામજનોને પીવાનાપાણી માટે દર દર ભટકવું પડતું હોય તેમ લાગી રહ્યુ છે.
પાણી પુરવઠા દ્વારા ગ્રામજનોને આશરે બે હજાર વસ્તીના અંદાજે પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે તે નાડા ગામની વસ્તીના પ્રમાણમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે હોજમાં જે પાણી પુરવઠો આવે છે તે પાણી લોકો ટ્રેકટરો ટેન્કરો ભરી લઇ જતા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો વહેલી તકે નાડાના પીવાના પાણીની સમસ્યા ઉકેલાય તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
- સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર