ધારાસભ્ય મહેશ વસાવાએ દેડીયાપાડા નાં ખૂર્દી, ભેંસણા, સાકળી, પીપલોદ, પાટવલી,માલ, સમોટ, ખોખરાઉંમર સહિત અનેક ગામોની મુલાકાત લીધી હતી.
પાણી માટે એક મહિલાએ ધારાસભ્યને સંવેદનશીલ રજૂઆત નલ સે જલ યોજનાનું પાણી નથી આવતું, નથી નદીમાં પાણી અમે તો ગમે ત્યાંથી શોધીને જીવન ટકાવીશુ પણ અમારા ગાય,ભેંસ, બકરીનુ શું થશે? સાહેબ બેનની વાત સાંભળી ધારાસભ્યએ પણ વાસ્મોના અધિકારીઓને વિજિલન્સ તપાસ ની માંગ કરી.
જનતા રેડ દરમિયાન પીપલોદ ગામ સહીત અને અન્ય ગામડાઓમાં માત્ર 40 થી 50 ફૂટ ઉપર જ મોટર નાખી ને બિલ પાસ કરી લેવાયાની ગંભીર બાબતો સામે આવી છે.
સાંકડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત 51 લાખની વિકાસ યોજના મંજુર થયેલ છે, જે અંતર્ગત અમલીકરણ સંસ્થા ને 50 લાખ જેટલી મતબર રકમ ચૂકવી પણ દેવામાં આવી છે, અને યોજનાકીય વિકાસ કામ પૂર્ણ બતવવામાં આવ્યું છે, અને ગ્રામજનોને આ યોજના મારફત એક ટીપું પણ પાણી આજ દિન સુધી મળવા પામ્યું નથી… અમલીકરણ અધિકારીઓની મિલી ભગત કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રષ્ટાચાર..?
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)