રાજપીપલા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં પ્રા.શાળા ભરાડા (રેલવા)ના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે. શાળાના શિક્ષક દિલીપ વસાવા, શાળાના આચાર્ય મનુભાઈ વસાવા તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સતત માર્ગદર્શન અને પ્રયાસોથી વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી છે.
જેમાં 1.વસાવા નિધીશાબેન જેસીંગ (50 મીટર દોડ )પ્રથમ ક્રમાંક 2.વસાવા નંદનીબેન સંતોષ (400 મીટર દોડ) પ્રથમ ક્રમાંક 3. વસાવા પ્રિયંકાબેન ઝવેર (600 મીટર દોડ)પ્રથમ ક્રમાંક 4.વસાવા નંદનીબેન સંતોષ(લાંબી કુદ) પ્રથમ ક્રમાંક 5.વસાવા નિકુંજ દિલીપ (50 મીટર દોડ) પ્રથમ ક્રમાંક 6.વસાવા દિવ્યાંશ સુરેશ (400 મીટર દોડ) પ્રથમ ક્રમાંક 7.વસાવા શાઉલ રાકેશ (400 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ ) પ્રથમ ક્રમાંક 8.વસાવા આયૂસ મિથુન (100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ) પ્રથમ ક્રમાંક. જ્યારે કબડ્ડીમાં બહેનોની ટીમેં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલા તમામ વિદ્યાર્થીઓ ઝોન કક્ષાએ વ્યારા ખાતે સ્પર્ધામાં ભાગ લશે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા