ગઇકાલે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દહેજ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે દહેજ ચોકડી ખાતેથી બે શંકાસ્પદ બાઇક સાથે એક આરોપી ખબીરસિંગ અવતારસિંગ હાલ રહેવાસી.વેલ્સ્મન કંપની સામે સરદાર ઢાબા માં દહેજ તા.વાગરા જી.ભરૂચ મુળ રહેવાસી.માલી કાલન ગામ તા.પદ્દી જી.તરણ (પંજાબ)ને ઝડપી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીને બંને બાઇકના કબ્જા બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહી.
જેથી ભરૂચ એલ.સી.બી.કચેરી લાવી ઘનિષ્ઠ અને ઉડાણપુર્વકની પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને ભરૂચ શહેર “એ”ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં આવેલ આદર્શ હોસ્પિટલના પાર્કિંગમાંથી એક માસ અગાઉ ચોરાયેલ બાઇક ચોરીના ગુનાની કબુલાત કરેલ જેથી પોલીસે કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૦,૫૦૦/- કબ્જે લઈ ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.જ્યારે આ ગુનાના અન્ય આરોપી લાલીસીંગ મજબીસીંગ શીખ રહે. દહેજ બીરલાકોપર કંપની તા.વાગરા જી.ભરૂચ ને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.