અંકલેશ્વરમાં સૂર્યા રેમેડિસ કંપનીમાં ભભુકી આગ

0
113
  • 8 ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે

અંકલેશ્વરની GIDCમાં સૂર્યા રેમેડિસ કંપનીમાં ભાષણ આગ લાગી હતી. જેમાં કેમિકલ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં 8 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કંપનીની ફાયર ફાઇટિંગ ફેસિલિટી પાંગળી સાબિત થતા ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાઇટરોને મદદે બોલાવાયા છે.

આજે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના ફાયર ફાઇટિંગ એન્ડ સેફટી ટીમના પ્રયાસ અપૂરતા સાબિત થતા ડિઝાસ્ટર મેનેજમેન્ટને બોલાવાઇ છે. 8 ફાયર ફાઈટર આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.

આ આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. જોકે, સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી કે હજુ સુધી કંપની તરફથી ઘટનાને લઈ કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here