
વણકર સમાજ પ્રોગ્રેસીવ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઇ પરમાર ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યો દ્વારા વખતોવખત સમાજ ઉપયોગી શૈક્ષણિક આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવે છે સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા પર અંકુશ આવે અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોના લગ્ન પ્રસંગ ઓછા ખર્ચમાં સારી રીતે પૂર્ણ થાય સમયનો બચાવ થાય અને સમાજમાં એકતા વધે તે માટે ટ્રસ્ટ દ્વારા સતત અગિયાર વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે ચાલુ સાલે બારમા સમૂહ લગ્નોત્સવનું આયોજન બીએપીએસ મંદિર જંબુસર ખાતે ગોપાલભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં વંદનીય સંત શીરોમણિ પરમ પૂજ્ય મનસુખ દાસબાપુ ડી કે સ્વામી દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઇ સોલંકી અગ્રણી પ્રભુદાસભાઈ મકવાણા ડોક્ટર તુષાર પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા સ્વાગત પ્રવચન ટ્રસ્ટ પ્રમુખ દ્વારા કરાયું અને ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટય કરી સમૂહ લગ્નનો પ્રારંભ કરાયો હતો..
આજના દેખાદેખીના સમયમાં યુવક યુવતીઓ સમૂહ લગ્ન માટે તૈયાર થયા અને સમાજમાં દાખલો બેસાડી પ્રેરણા આપી છે નવ દંપતીનું લગ્ન જીવન ધર્મ પારાયણ બને સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને સમાજના યુવાનો નિર્વ્યસની જીવન જીવે આજના સમયમાં વ્યસનો મોંઘા થયા અને તે ઘર કરી ગયા છે તે દૂર કરવા અપીલ કરવામાં આવી હતી તથા ઉપસ્થિતોના હસ્તે દુલ્હાનું સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં ટ્રસ્ટ હોદ્દેદારો સમાજ અગ્રણીઓ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર