
ભરૂચના ભોલાવ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ચાર યોજનાઓના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી.
આ સમારોહમાં તેમણે એક દિવ્યાંગ ઐયુબ પટેલ સાથે વાત કરી હતી. જે દરમિયાન ઐયુબ પટેલની દીકરીને PM મોદીએ પૂછ્યું હતું કે, ડોક્ટર કેમ થવું છે?, ત્યારે પપ્પાની સમસ્યા જોઈને. એટલું જ બોલી દિવ્યાંગની દીકરી રડી પડી હતી. એ સમયે પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા.
ભરૂચ ઉત્કર્ષ સમારોહમાં દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ તેમની પુત્રીઓના શિક્ષણ વિશે પૂછપરછ કરી હતી. જ્યાં પીએમ મોદીએ દીકરીને ડોત્ટર કેમ થવું છે એમ પૂછતાં દીકરી ‘પપ્પાની સમસ્યા જોઇને’ બોલતાં જ ભાવુક થઈ રડી પડી હતી, જેને જોઇ પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. દેખીતી રીતે PM નરેન્દ્ર મોદીએ પ્રજ્ઞાચક્ષુને કહ્યું હતું કે તેમની સંવેદનશીલતા તેમની તાકાત છે.