ભરૂચ ખાતે ગેઈલ ઇન્ડિયા કંપની દ્વારા પેટ્રોપેદાસોની જન જાગૃતિને લઇ સક્ષમ વોકાથોન 2022નું આયોજન કરાયું હતું
ભારત દેશના નાગરિકો ઇંધણનો વપરાશ ઓછો કરતા થાય તે માટે ગેઈલ ઇન્ડિયા દ્વારા દર વર્ષે જન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ગેઈલ ટાઉનશીપ ખાતે સક્ષમ વોકાથોન 2022નું આયોજન કરાયું હતું. જે વોકાથોનનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને જીલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.
વોકાથોનમાં વિવિધ શાળાના બાળકો,વિવિધ ગામોના પ્રતિનિધિઓ અને કંપનીના કર્મચારીઓ જોડાયા હતા અને જન જાગૃતિ ફેલાવી હતી આ વોકાથોનમાં ગેઈલ કંપનીથી પંડિત ઓમકારનાથ હોલ સુધી યોજાઈ હતી આ વોકાથોનમાં ગંધાર ગેઈલ કંપનીના ચીફ જનરલ મેનેજર સંજય મુસલગાંવક, બી.એલ. જાજમે અને અધિકારીઓ તેમજ દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.