ભરૂચ દહેજના માર્ગ ઉપર વેસદડા ગામ ન્જીક દહેજ તરફથી ભરૂચ તરફ આવવાના આર્ગ ઉપર પસાર થતા એક એલ.પી.જી ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા એક સમયે આ રોડ ઉપર પસાર અથતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.
ભરૂચ – દહેજને જોડતા માર્ગ ઉપર આવેલ વેસદડા ગામ નજીક એલપીજી ગેસ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે વેળા ટેન્કર અચાનક શોર્ટ સર્કિટ થતા ભયંકર આગ બબૂકી ઉઠવાનઈ ઘટના બનવા પામી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક સમયે આ ટ્રેક પર ના વાહનો થંભી ગયા હતા. આ આગની જ્વાળાઓ રોડ નજીકના ખેતરમાં પ્રવેશ કરતા ખેતીને પણ નુકશાન થવા પામ્યું હતું.
આગની વાત વાયુ વેગે પ્રસરતા લોક્ટોળા દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા પ્રયત્નો કરવા સાથે આગની જાણ ફાયર વિભાગને કરાતા ભરૂચ ધેજ અને જીએન.એફ.સીના પાંચ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.