કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતાં ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો(VIDEO)

0
79

ભરૂચ જિલ્લાના આઉટ સૉસિંગના 84 કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતા તેમણે કલેક્ટર કચેરીમાં અન્યાયી નીતિ સામે ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં સિવિલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700થી વધુ આઉટ સોર્સિંગના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમણે એજન્સી સામે 6 વર્ષમાં તેમના દોઢ લાખના પગારની ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તમામ સ્તરેથી યોગ્ય દિશામાં તપાસ નહિ થતા ઉલ્ટા 84 કોરોના વોરિયર્સને રાતો રાત એજન્સીઓએ છુટા કરી દીધા હતા.

પરિવારનું ગુજરાન ચલાવવા હવે તેઓ પાસે ભીખ માંગવાનો વારો આવ્યો હોવાની કેફિયત તેમણે વ્યક્ત કરી હતી. આજે મંગળવારે નોકરી પર પુનઃ પરત લેવા અને એજન્સીએ છ વર્ષમાં દોઢ લાખ પગારની કરેલી ઉચાપત પાછી અપાવવા આઉસ સોર્સના કર્મીઓએ કલેક્ટર કચેરી ખાતે સાંકેતિક ભીખ માંગી વિરોધ પ્રદર્શિત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here