દેડીયાપાડા તાલુકા કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા “કાર્યક્રમ તાલુકા કુમાર શાળા ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ નર્મદાના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, તાલુકા પંચાયત દેડીયાપાડાના પ્રમુખ તારાબેન રાઠોડ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ દક્ષાબેન વસાવા, દેડીયાપાડા ગ્રૂપ ગ્રામ પંચાયત ના સરપંચ વર્ષાબેન વસાવા, ઉપસરપંચ જેશલભાઈ રોહિત, તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારી દેશલે, બી.આર.સી.કો. તેજશભાઈ વસાવા, સી.આર.સી. ગ્રૂપ શાળાના મુખ્ય શિક્ષક ,અન્ય શાળાના મુખ્ય શિક્ષક,એસ.એમ.સી સભ્ય, ઉપસ્થિત રહી પરીક્ષા પે ચર્ચા તાલુકા કક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
તેમજ તાલુકા કન્યા શાળાની બાળાઓ દ્વારા બજારમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્યાઓએ પરીક્ષા પે ચર્ચા અંતર્ગત સુત્રોચાર કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. આ પ્રભાતફેરીમાં તાલુકા કન્યાશાળાના આચાર્ય, સ્ટાફ ગણ અને ધોરણ ૬ થી ૮ ની કન્યાઓ જોડાઈ હતી.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા