- ગેસના બાટલા અને તેલના ડબ્બાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ ટીમે હાલ વધતી મોંઘવારી વચ્ચે બેફામ વધતા પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાંધણગેસ અને તેલના ડબ્બાની સ્મશાન યાત્રા યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા. ભરૂચ કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા પર ઉતરી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી હતી . ભરૂચ કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા પર ઉતરી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંધવારી અને વધતા પેટ્રોલ, ડિઝલ, ગેસના અને તેલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેકટરાલય જવા રાંધણ ગેસ અને તેલના ડબ્બાની સ્મશાન યાત્રા યોજવામાં આવી હતી. પરંતુ વિરોધ કરતા કોંગીઓની અધવચ્ચે જ અટકાયત કરાઇ હતી.
આ અંગે કોંગ્રેસ સેવાદળ પ્રદેશ પ્રમુખ પ્રગતી આહિરે જણાવ્યું કે હાલમાં યોજાયેલ ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે પેટ્રોલ – ડીઝલ રાંધણ ગેસના ભાવમાં વધારો છેલ્લાં 137 દિવસ સુધી યથાવત રખાયો હતો. શાકભાજીથી માંડી અનાજ અને મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તેવા સંજોગોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે . દૂધનો ભાવ પર પ્રતિ લીટર 60 થી 70 રૂપિયા થતા ગૃહિણીઓ કઈ વસ્તુઓ ખરીદી કરે અને કઈ વસ્તુ ના ખરીદે તેવા પણ અનેક પ્રશ્નો સર્જાયા છે? પે
ટ્રોલ અને રાંધણગેસના ભાવમાં દિનપ્રતિદિન સતત વધારો થતો જાય છે, ભાજપ સરકાર દ્વારા કોઈપણ રીતે આ ભાવ વધારાને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતા તેવા સંજોગોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો .જે હવે પ્રજા નહીં સાંખી લે તેમને આનો જવાબ આગામી ૨૦૨૨ની ચુંટણીમાં પ્રજા જરૂર આપશે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા ભરૂચ શહેર પ્રમુખ પરિમલસિંહ રણા, સમશાદઅલી સૈયદ, શેરખાન પઠાણ,હેમેન્દ્ર કોઠીવાલા,નીકુલ મિસ્ત્રી તથા કોંગ્રેસ પ્રદેશ મહિલાસેલ સેવાદળના પ્રમુખ પ્રગતી આહિર સહિતના કાર્યકરો,હોદ્દેદારો અને મહિલા કાર્યકરોની વગેરેની અટકાયત કરાઈ હતી.