The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ગોડદામાં પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી કરાયું એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન

ગોડદામાં પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી કરાયું એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન

0
ગોડદામાં પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી કરાયું એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન

GACL એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સાગબારા તાલુકા ની 5 BMC કમિટીના 100 સભ્યોના ખેતરમાં ઔષધિ રોપાનું વાવેતર કરી તેમાંથી ખેડૂતોની  આવકમાં વધારો થાય તે હેતુથી ગોડદા આશ્રમ શાળામાં એક દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં ઔષધિના નિષ્ણાત બોટનિસ્ટ ફ્રાન્સિસ ભાઈ દ્વારા સમજણ આપવામાં આવી હતી. આપણા જંગલોમાં મળતી ઘણી ઔષધિનો ઉપયોગ અને ક્યા રોગો માટે કરવો જોઇએ તે પણ સમજાવવામાં આવ્યું હતું.

સાથે જણાવવામાં આવ્યું કે અહીં પણ ભાજી હરીફાઈ રાખવામાં આવશે તથા લુપ્ત થતી વનસ્પતિનું લીસ્ટ બનાવી તેની નર્સરી તૈયાર કરી ફરી થી ઉછેર કરવામાં આવશે. સંસ્થાના નિયામક હિંમતભાઇ દ્વારા પ્રોજેક્ટ ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આશ્રામ શાળાના આચાર્ય દ્વારા પણ પોતાના અનુભવ રજુ કર્યાં અને ભાર પૂર્વક જણાવ્યું કે આપણે બધા એ આ કાર્યક્રમમાં ખંતથી જોડાઈને આપણી લુપ્ત થતી સંસ્કૃતિ ને બચાવવી જોઇએ.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!