હાલ 2022 ની વિધાનસભા ની ચૂંટણી આવી રહીછે ત્યારે હાલ તમામ પક્ષો પોતાની કામગીરીમાં લાગી ગયા છે અને તમામ પક્ષો પોતાના સત્તાપક્ષો જિતસેના દાવાઓ કરી રહ્યા જોકે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ગુજરાત માં છે ત્યારે આદિવાસી ગણાતા અને આદિવાસીઓ ના હિટ માટે કાયમ આગર રહેતા BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી ) ના સહયોજક છોટુ વસવા પણ ચાલુ વર્ષે 182 સીટો પર પોતાના ઉમેદવારો લડાવવાના મૂડમાં છે ત્યારે છોટુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે મારી ભારતીય ટ્રાઇબલ પાર્ટી આવનારી 2022 ની વિધાનસભા ચૂંટણી માં તમામ સીટો પર જીતીશું.
જોકે હાલ ગુજરત માં આપ પાર્ટી પણ જોર મારી રહી હોઈ ત્યારે ગત ટમમાં જે કોંગ્રેસ જોડે ગઠબંધન કરી લડ્યા હતા અને ચાલુ 2022 ની વિધાનસભા માં ભારતીય ટ્રાઇબલ પાર્ટી જેતે પાર્ટી અમારા આદિવાસીઓના હક બંધારણ આપે તેમની સાથે રહશે જોકે ઝગડીયા થી જાતે છોટુ વસાવા અને દેડીયાપાડા માંથી મહેશ વસાવા જ વિધાનસભા લડશે.
ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. ત્યારે આજે જે કોંગ્રેસે કર્યું જેની સામે BTP ના છોટુ વસાવાએ આક્ષેપો કર્યા છેકે આદિવાસીઓ તાપી માં બની રહેલા ડેમ નો વિરોધ કરી રહ્યું છે અને આજે કોંગ્રેસે જે કર્યું પણ એના ભાગીદાર ભાજપ પણ છે.
27 વર્ષ થી શું કરી રહ્યા છે આજે ભાજપ ની સત્તા છેટો આ ડેમને રદ કરવો જોઈએ આ બાબતે કોંગ્રેસ ના માથે ઠીકરા શું કામ ફોડી રહ્યા છે આજે ભાજપ કોંગ્રેસ એકજ છે કારણકે યુ પી ની ચૂંટણી થઇ જેમાં કોંગ્રેસ 2 ટકા આવી કારણકે સામેથી કોંગ્રેસે ભાજપ ને જીતાડી છે અહીંયા ક્યાંથી બે પક્ષો લડવાના છે. બન્નેવ એકજ છે અને આવનારી 2022 ની વિધાનસભા ની ચૂંટણી માં પણ એક થવાના છે ના આક્ષેપો કર્યા છે.