ભરૂચમાં મક્તમપુરના સિદ્ધિ વિનાયક મંદિર પાસે રહેતી જશુબેન મંગુભાઇ માછી માછલી વેંચી પોતાનુ અને પરવારનું ગુજરાન ચલાવે છે. તેમની બે પુત્રીઓના લગ્ન થઇ ગયાં હોઇ તેઓ તેમની સાસરીમાં રહે છે. જ્યારે તેઓ તેમના પતિ અને પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે ઉપેન સાથે રહે છે. તેમનો પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે ઉપેન કોઇ પ્રકારનો કામધંધો કરતો ન હોઇ તેની માતા પાસેથી જ દારૂ પિવા તેમજ અન્ય જરૂરિયાત માટે રૂપિયાની માંગણી કરે છે.
છેલ્લાં એક અઠવાડીયામાં જ થોડા થોડા કરી પાંચ હજાર રૂપિયા ઉપેન્દ્ર લઇ ગયો હતો. તે બાદ પણ ઉપેન્દ્રએ તેની માતા પાસેથી 300 રૂપિાયની માંગણી કરી હતી. જેના પગલે તેની માતાએ તુ અને તારા પિતા કાંઇ કામધંધા કરતાં નથી કરતાં હું મચ્છી વેચી ઘર ચલાવું છું આટલાં રૂપિયા ક્યાંથી લાવું તેમ કહેતાં તેની રીસ રાખી ઉપેન્દ્રએ તેની માતા પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેઓ ફરિયાદ આપવા જતાં તેના પુત્રએ તેમને ફોન કરી કેસ કરશે તો જેલમાંથી છુટ્યાં બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.