• વિદેશી દારૂની નાની મોટી કાચની 101 નંગ બોટલ જેની કિંમત 13,880 તથા બાઈક કિંમત 20 હજાર, તથા રોકડા રૂપિયા મળી 39 હજારનો મુદ્દામાલ જપ્ત

ઝઘડિયાના રાજપારડી રહેતા વિજય વસાવા નેત્રંગ રોડ પર વિદેશી દારૂનો જથ્થો ખુલ્લી જગ્યામાં માણસો રાખી દારૂનો છૂટક વેપાર કરે છે. સ્ટેટ મોનીટરીંગ સેલ બાતમીના આધારે નેત્રંગ રોડ પર ખુલ્લી જગ્યામાં ત્રણ ઇસમો ભેગા મળી ગ્રાહકોને વિદેશી દારૂનું વેચાણ કરતા હતા.

જેમાં સેલની ટીમે એક છોકરાને ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમને તેની પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ બાદ ખુલ્લા ખેતરોમાં તપાસ કરતા જમીનમાં દબાયેલા એક પીપ તથા બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ છોકરાની ઉંમર ફક્ત 14 વર્ષની જ હોય અને સગીર હોય તેની માતાને પણ પોલીસ સ્ટેશન બોલાવી તેની રૂબરૂમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગણતરી કરેલ, જેમાં વિદેશી દારૂની નાની મોટી કાચની 101 નંગ બોટલ જેની કિંમત 13,880 તથા બાઈક કિંમત 20 હજાર, તથા રોકડા રૂપિયા મળી 39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સગીર યુવક ને તેની માતાની રૂબરૂમાં પૂછતા તેણે જણાવેલ કે પકડાયેલ દારૂનો જથ્થો વિજય વસાવા રહે. રાજપારડી લાવતો હતો અને તે આ વિદેશી દારૂનો જથ્થો આપી બહાર ગયેલ છે અને તે ક્યાંથી અને કોની પાસેથી લાવે છે જેની ખબર નથી, જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજપારડી પોલીસ મથકમાં સગીર યુવક, વિજય વસાવા, જયેશ ઉર્ફે જયલો વસાવા, અમિત વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here