ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતી અટકાવવા તથા આવા દારૂ/ જુગારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
દરમ્યાન ભરૂચ એલ.સી.બી. ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનાના કામે છેલ્લા પાંચ માસથી નાસતા ફરતાની યાદીમાં સામેલ આરોપી મહંમદ સમીરભાઈ રણજીતસિંહ રાણા (ગરાસીયા) રહેવાસી. પહાજ ગામ તા.વાગરા જી.ભરૂચને વાગરા તાલુકાના આંકોટ ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાગરા પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ આરોપી અગાઉ ભરૂચ જીલ્લાના દહેજ, વાગરા તથા નવસારી જીલ્લાના ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ છે.