
નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકુળ આશ્રયસ્થાન બની ગયાં છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહયો છે.ત્યારે ભરૂચના દશાન ગામે નર્મદા નદી કિનારે મહાકાય મગર નજરે પડ્યો હતો.
આ અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમને કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગના કર્મચારીઓ ગામમાં દોડી આવ્યા હતા અને મગરનું સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં વન વિભાગની ટીમ અને સ્થાનિક સંસ્થા દ્વારા મગજને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.મહાકાય મગર પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.