ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતીને શુભ શરૂઆત કરી છે. આમ તો AAP ની આ શરૂઆત સારી છે, જ્યારે વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP નાં ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા હતા. પરંતુ તેમણે મીડિયા સમક્ષ ઇન્કાર કરી દીધો હતો.
જ્યારે ડેડીયાપાડા સીટ પર થી આમ આદમી પાર્ટી ના ધારસભ્ય ચૈતર વસાવા એ કહ્યું કે મને રૂપિયા કે સત્તાનો નથી મોહ, હું જનતા ની સાથે જ છું,તેમજ દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે જે મારા પર મૂકેલા વિશ્વાસને તોડીશ નહિ,અને આપ માં છું ને આપ માં જ રહીશ અન્ય પાર્ટી માં જોડાઇશ નહિ તેમ જણાવ્યું હતુ.
ડેડીયાપાડા વિધાનસભા માં ચૈતર વસાવા એક લાખ કરતા વધારે મતો મેળવી ભાજપ, કોંગ્રેસ અને બીટીપી નાં ઉમેદવાર કરતાં ૪૦ હજાર ની લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આદિવાસીઓની સેવા માટે પોતે અને તેમની બંને પત્નીઓએ નોકરી છોડી જનસેવા કેન્દ્ર ખોલી જાતે ફોર્મ ભરી સરકારી લાભો અપાવતા 1,03,433 મતોનો એક રેકોર્ડ અને 39,255ની લીડ થી ચૈતર વસાવા ના નામે બે રેકોર્ડ નોંધાયા છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝ લાઇન, દેડીયાપાડા