ભરૂચ જિલ્લા અંધજન મંડળના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દિલ્હી જવા રવાના થયા હતા. ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખિલાડીઓ ભાગ લઇ શકે તે માટે દિલ્હી ઇન્ડિયન બલાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાયું હતું.
જેમાં પ્રથમવાર ભરૂચ જિલ્લાના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ 100 મીટર , 200 મીટર , 400 મીટર , 1000 મીટર દોડ, ગોળાફેક , લાંબીકુદ , બરછીફેક વગેરે જેવી રમતો રમવા જઈ રહ્યા છે. જિલ્લા પ્રમુખ ખુમાનસિંહ વાસીયા સહિતે આજે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે ભરૂચ થી દિલ્હી રવાના થયેલા પ્રજ્ઞાચક્ષુ 4 ભાઈઓ અને 3 બહેનોને શુભેચ્છા પાઠવી હતી.