ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ધ્યાની ધામ આશ્રમ નિકોરા તથા સમસ્ત જુના તવરા ગામ જનો દ્વારા આયોજિત આંખોનો ફ્રી કેમ્પ યોજાયો હતો.
જુના તવરા ગામે ઝેડ .જે. પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ માં તારીખ 11 ડિસેમ્બરને રવિવારના રોજ આંખોના કેમ્પનું આયોજન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયા ઝામર પાંપણના રોગો ચશ્માના નંબર કીકીના રોગો પડદાના રોગો કે તેની તપાસ કરી આપવામાં આવી હતી.
કેમ્પમાં તવરા ગામના 300 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો તથા જેમાં 50થી વધારે મોતિયાના દર્દીઓ અને 20 જેટલા વેલના રોગોના દર્દીઓ, આમ કુલ મળી 70 જેટલા દર્દીઓને ઓપરેશનમાં આનંદી આશ્રમ દ્વારા તેઓનું ઓપરેશન નિકોરા આનંદિ માં મેડિકલ સેન્ટ્રરમાં ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં તવરા ગામના ગામ લોકોના અથાક પ્રયાસોથી લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.