ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે દત્તજયંતિ ઉજવાઇ

0
85

જૂના ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દબદબાભેર દત્તજયંતિની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી કરવામાં આવી.

ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 7 ડિસેમ્બર, બુધવારના રોજ છે. માન્યતા અનુસાર તે માગશર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે, ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું. અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠતમ મનાય છે.ગુરુ દત્તની પૂજા કરવાથી વ્યક્તિ આંતરિક અને બાહ્ય, બંન્ને રીતે હકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરે છે. તેના પર કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા અસર કરી જ નથી શકતી

સમગ્ર દેશમાં દત્ત જયંતિનું ઘણું મહત્વ છે, પરંતુ દક્ષિણ ભારતમાં તેનું મહત્વ ઘણું વધારે છે કારણ કે ત્યાં ઘણા લોકો દત્ત સંપ્રદાય સાથે જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે. ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે, તો તેઓ ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચી જાય છે.એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે. તેમને ગુરૂના રૂપમાં પૂજવામાં આવે છે.દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદભવ થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here